હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે સર્વત્ર પાણીની ભારે આવક નોંધાઈ છે. એવામાં મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમની ઉપરવાસમાં પાણીની ભારે આવક થતા ડેમની સંગ્રશક્તિના 70% ડેમ ભરાય ગયો છે. તો હજુ પણ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ છે. જેથી સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા ગામડાઓ વિસ્તારોમાં તકેદારી રાખવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
જેમાં મોરબી તાલુકના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી,
ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર તેમજ માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળિયા (મી) સહિતના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.




