HomeMorbiHalvadહળવદના ચંદ્રગઢ ગામે કેનાલમાં ડૂબી જતા બે યુવકના મોત 

હળવદના ચંદ્રગઢ ગામે કેનાલમાં ડૂબી જતા બે યુવકના મોત 

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે પાણીની કેનાલમાં ડૂબી જતાં સગીર અને યુવકનું મોત નિપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ, મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને હાલ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં કાંતીલાલ મીઠાભાઈ કણઝારીયાની વાડીએ રહેતા હીતેષભાઈ ભાવેશભાઈ રાઠવા (ઉ.વ.15) તથા અશ્વિનભાઈ સંજયભાઈ રાઠવા (ઉ.વ.23) ચંદ્રગઢ ગામે હોય ત્યારે કેનાલમાં હિતેષભાઇ કેનાલમાં પાણી ભરવા જતા પગ લપસી કેનાલમાં પડી જતા કેનાલમાં તેને બચાવવા જતા અશ્વિનભાઈ સહિત બંને ડૂબી જતાં બંન્નેના મોત નિપજ્યાં હતા.

આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular