વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસે તા.17મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબી પધારી રહ્યા છે. જ્યાં નિર્માણ પામી રહેલા ‘નમો વન’ વડાપ્રધાનને વર્ચ્યુઅલી અર્પણ કરશે.
વડાપ્રધાનનો આ પ્લેટીનમ બર્થ ડે વિશેષ સેવા કાર્યથી ઉજવવા ભાજપ દ્વારા વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. ત્યારે મોરબીમાં પણ આ માટે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં, મચ્છુ ડેમ નં.2ની બાજુમાં સદ્દભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ તથા વન વિભાગના સહયોગથી 10 લાખ જેટલા વૃક્ષોનું ‘નમો વન’ મીયાવાકી જંગલ બનાવવામાં આવી રહ્યું છે. જે વડાપ્રધાનને અર્પણ કરવામાં આવશે.




