Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના 18 કેન્દ્રો પર યોજાશે ગુજરાત મહેસુલ તલાટી વર્ગ-3 ની પરીક્ષા

મોરબીના 18 કેન્દ્રો પર યોજાશે ગુજરાત મહેસુલ તલાટી વર્ગ-3 ની પરીક્ષા

Advertisement
Advertisement

મોરબી જિલ્લાના 18 કેન્દ્રો પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત મહેસુલ તલાટી વર્ગ-3 ની પરીક્ષા આગામી તા.14 ના રોજ યોજાવા જઈ રહી છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં અડચણ ન આવે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

ગુજરાત માધ્યમિક ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત મહેસુલ તલાટી વર્ગ 3 ની પરીક્ષા મોરબીમાં શ્રી એસ.વી.પી કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, ધી વી.સી.ટેક હાઇસ્કુલ, વી.સી.ફાટક પાસે, ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, નવયુગ વિદ્યાલય, કન્યા છાત્રાલય પાછળ, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, નિલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, નિર્મલ વિદ્યાલય, કેનાલ પાસે – રવાપર રોડ, સાર્થક વિદ્યાલય, ઉમા વિદ્યાલય, ઉમા ટાઉનશીપ પાસે, ઓમવીવીએમ કોલેજ, સરદાર બાગ સામે, શનાળા રોડ, એલ.ઈ. કોલેજ (ડિગ્રી), નટરાજ ફાટક પાસે, સામા કાંઠે, આર.ઓ. પટેલ મહિલા કોલેજ, કન્યા છાત્રાલય પાછળ, નવા બસ સ્ટેશન પાસે, શનાળા રોડ, પી.જી. પટેલ કોલેજ, મહેશ હોટેલ પાસે, શનાળા રોડ, એલ.ઈ. કોલેજ (ડિપ્લોમા), મોરબી આઈટીઆઈ કેમ્પસ, પાણીની ટાંકીની સામે, મહેન્દ્રનગર, સેન્ટ મેરી સેકન્ડરી & હાયર સેકન્ડરી સ્કુલ, નવલખી રોડ, નવજીવન વિદ્યાલય, રવાપર ઘુનડા રોડ, ક્રિષ્ના વિદ્યાલય, રવાપર ઘુનડા રોડ, અભિનવ વિદ્યાલય, પ્રમુખ સ્વામી સોસાયટી પાછળ, નાની કેનાલ રોડ અને જ્ઞાનપીઠ વિદ્યાલય, શનાળા રોડ, ગુજરાત હાઉસીંગ બોર્ડ સહિતના સ્થાનો પર લેવામાં આવશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular