પર્યાવરણને બચાવવા, રક્ષણ કરવા, જતન કરવા, એક સાથે જોધપર (નદી), મચ્છુ ડેમ નં. 2 નજીક 10 લાખ વૃક્ષો વાવવાનું અભિયાન પૂર્ણતાને આરે છે. ત્યારે આગામી તા. 17 ને બુધવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈના હસ્તે “નમોવન” નું લોકાર્પણ કરવાનું આયોજન કરાયું છે.
10 લાખ વૃક્ષમાં મારું પણ એક વૃક્ષ હોય એ ભાવના સાથે જાહેર જનતા પણ પરિવાર સાથે “એક પેડ માઁ કે નામ” અંતર્ગત સવારે 10 કલાકે પધારે અને એક વૃક્ષ વાવે તેવું આહવાન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના મહાનુભાવોના પોસ્ટર પરિચય તથા પ્રધાનમંત્રીના ફોટોઝનું એક્ઝિબિશન પણ મૂકવામાં આવશે સાથે જ પ્રસિદ્ધ લોકસાહિત્યકાર ધીરુભાઈ સરવૈયાનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને કાર્યક્રમ બાદ ભોજન માણવાનું આયોજન કરવામાં આવ્યું છે.




