મોરબીના સામાકાંઠે આવેલા સો ઓરડી વિસ્તારમાં ભડિયા મંદિર પાસે રહેતા કિશનભાઈ દિનેશભાઈ છેલાણીયા (ઉ.વ.30) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજયું હતું.
આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.




