HomeGujaratમાળીયા–કચ્છ હાઈવે પર બાઇક દુર્ઘટનામાં આધેડનું મોત

માળીયા–કચ્છ હાઈવે પર બાઇક દુર્ઘટનામાં આધેડનું મોત

માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામના રહેવાસી સતારભાઈ કાસમભાઈ પાયક (ઉં. 50) અને સુભાનભાઈ નૂરમહમદભાઈ પાયક (ઉં. 51) ગત તા. 10ના રોજ બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે માળીયા–કચ્છ હાઇવે ઉપર શહેનશાહવલીના પાટિયા પાસે રોડ ઉપર રહેલા ખાડામાં બાઈક ફસાઈ ગયું હતું. આ દરમિયાન તેઓ સ્લીપ થઇ ગયા હતા જેમાં સતારભાઈને ગંભીર ઈજાઓ આવી અને સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું. સુભાનભાઈને પણ ઈજાઓ પહોંચી હતી.

ઘટના અંગે માળીયા મિયાણા પોલીસ દ્વારા ગુન્હો નોંઘીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular