Tuesday, May 5, 2026
HomeGujaratમોરબી રફાળેશ્વર ફાટક પાસે ટ્રેન અકસ્માતમાં ૨૫ વર્ષીય યુવાનનું કરુણ મોત

મોરબી રફાળેશ્વર ફાટક પાસે ટ્રેન અકસ્માતમાં ૨૫ વર્ષીય યુવાનનું કરુણ મોત

Advertisement
Advertisement

મોરબીમાં અવાર નવાર અકસ્માત થતા હોય છે ત્યારે શહેરના રફાળેશ્વર ફાટક પાસે બનેલા અકસ્માતમાં મોરબી નિવાસી ૨૫ વર્ષીય વિક્રમભાઈ દુર્લભજીભાઈ શંખેસરીયાનું મોત નીપજ્યું હતું.

યુવાનને ટ્રેનની ટક્કર વાગતાં માથા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને હોસ્પિટલ ખસેડતા પહેલા જ તેનું કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવાનને અગાઉ એક અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થયેલી હતી. જેના કારણે તેના મગજને નુકસાની પહોંચી હતી અને ડેમેજ હોવાથી મગજ બરાબર કામ કરતું ન હતું. આ પરિસ્થિતિમાં જ તે ટ્રેન સામે આવી જતા દુર્ઘટના બની હોવાનું બહાર આવ્યું છે.

આ બનાવને લઈને મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular