Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના વેલનાથ ગ્રુપ સામે ગરીબોના રૂપિયા ડૂબાડ્યાનો આક્ષેપ

મોરબીના વેલનાથ ગ્રુપ સામે ગરીબોના રૂપિયા ડૂબાડ્યાનો આક્ષેપ

Advertisement
Advertisement

મોરબીના રવાપર રોડ ખાતે રહેતા ધામેચા ગીતાબેન રામજીભાઇ (કોળી સમાજ) દ્વારા તા. ૨૬ ના રોજ રજૂ કરાયેલી અરજી મુજબ, રાજકોટના વેલનાથ ગ્રુપના રમેશભાઇ સી. સોલંકી (જન જાગૃતિ ગ્રુપ ચલાવનાર) સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.

અરજદારે જણાવ્યું કે, તા.૬/૩/૨૦૨૧ ના રોજ રૂપિયા ડબલ કરવા માટે 4 વર્ષ 2 માસની મુદત માટે એફ.ડી. કરાવવામાં આવી હતી, જે ગત તા. 5 મેના રોજ પાકી થઈ ગઈ છે. તેમ છતાં આજ દિન સુધી રૂપિયા પરત આપવામાં આવ્યા નથી.

ગીતાબેન ધામેચાએ આક્ષેપ કર્યો કે, સંબંધી વ્યક્તિઓ ગરીબ લોકોના પૈસા આજ આપીશ-કાલ આપીશ એવા ખોટા વચનો આપી રહ્યા છે અને ઘણીવાર ફોન પણ ઉપાડતા નથી. આવા લેભાગુ તત્વોથી સમાજના લોકો સાવચેત રહે તેવી અપીલ પણ અરજદારે કરી છે.

તેમણે ચેતવણી આપી છે કે જો ન્યાય નહીં મળે તો પોતે પોલીસમાં ફરીયાદ કરશે તેમજ તમામ કોળી (ઠાકોર) સમાજના પીડિતોને ભેગા કરીને ઓફિસે “હલ્લાબોલ” કરી ન્યાય અપાવશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular