Wednesday, May 6, 2026
HomeGujaratમોરબી મનપા દ્વારા પ્રથમ વખત દશેરા પર્વે રામલીલા અને રાવણ દહન કાર્યક્રમનું...

મોરબી મનપા દ્વારા પ્રથમ વખત દશેરા પર્વે રામલીલા અને રાવણ દહન કાર્યક્રમનું આયોજન

Advertisement
Advertisement

નવરાત્રી પર્વ પૂર્ણ થયા બાદ 2 ઓક્ટોબરના રોજ વિજયા દશમી (દશેરા) પર્વની ઉજવણી મોરબીમાં ભવ્ય રીતે થવાની છે. પરંપરાગત રીતે સોસાયટી વિસ્તારોમાં રાવણ દહનના કાર્યક્રમો યોજાતા આવ્યા છે, પરંતુ આ વર્ષે પ્રથમ વખત મોરબી મહાનગર પાલિકા દ્વારા સત્તાવાર રીતે રામલીલા અને રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ 2 ઓક્ટોબરે સામા કાંઠે આવેલ એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે સાંજે 7 વાગ્યે યોજાશે. પહેલા રામલીલા નાટકનું આયોજન થશે ત્યારબાદ રાવણ દહન કરવામાં આવશે.

મોરબી મનપાના ડે. કમિશ્નર કુલદીપસિંહ વાળાએ જણાવ્યું કે, મોરબીવાસીઓએ આ કાર્યક્રમમાં જોડાઈ પરંપરાગત પ્રસંગની ઉજવણીમાં સહભાગી થવું જોઈએ.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular