મોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવમાં દર વર્ષે ભવ્યતા સાથે ઉજવાતી આઠમની મહાઆરતી આ વર્ષે અનોખી અને પ્રેરણાદાયી બનવા જઈ રહી છે. વર્ષ-2025 માં આઠમની મહાઆરતીના યુવા યજમાન કિશનભાઈ ગામીએ આગવો વિચાર રજૂ કર્યો – આઠમની મહાઆરતી માટે એકત્ર થતી સંપૂર્ણ રકમ પાટીદાર સમાજની આર્થિક રીતે જરૂરિયાતમંદ 50 બહેન-દીકરીઓને અર્પણ કરવામાં આવશે.
કિશનભાઈ ગામીનો સંકલ્પ એ હતો કે આરતી પાછળ થતો ભવ્ય દેખાડો, મોંઘી એન્ટ્રી કે લાઇટિંગ પાછળ ખર્ચ કરવાની જગ્યાએ, એ રકમ સમાજની દીકરીઓની આર્થિક સહાયમાં વપરાશે. આ ઉપરાંત આ વર્ષે આરતી ઉતારવાનું સન્માન પણ આ 50 બહેન-દીકરીઓને જ અપાશે.
ઉમિયા નવરાત્રી સમિતિએ આ વિચારને તાત્કાલિક સ્વીકાર્યો અને આ કાર્યને પવિત્ર સેવા તરીકે ગૌરવપૂર્વક અમલમાં મૂકવાનો નિર્ધાર કર્યો. સમગ્ર પાટીદાર સમાજે કિશનભાઈ ગામીને અભિનંદન પાઠવી તેમને શુભકામનાઓ આપી છે.
નામ નોંધાવા માટે કેતનભાઈ વિલપસ – 99789 20222, એમ. વી. દલસાણીયા – 97122 51081, કિશનભાઈ ગામી (યજમાન) – 99798 79896 નો સંપર્ક કરી શકો છો.




