Wednesday, May 6, 2026
HomeGujaratમોરબી-વાંકાનેર હાઇવે પર દંપતીને નડ્યો અકસ્માત

મોરબી-વાંકાનેર હાઇવે પર દંપતીને નડ્યો અકસ્માત

Advertisement
Advertisement

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર મકનસર નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોરબીના ભુપેન્દ્રભાઈ રવજીભાઈ ગોહીલ અને તેમની પત્ની રંજનબેન ભુપેન્દ્રભાઈ ગોહીલ માતાજીના દર્શન માટે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે ઝડપે આવતા ટ્રક સાથે તેમનું બાઈક અથડાયું હતું.

આ અકસ્માતમાં દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે રંજનબેનને મૃત જાહેર કર્યા હતા અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. બીજી તરફ ભુપેન્દ્રભાઈને પણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular