HomeGujaratમોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી દ્વારા વડાપ્રધાનને આભાર પત્ર

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી દ્વારા વડાપ્રધાનને આભાર પત્ર

મોરબીના જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખી નવા જીએસટી સુધારાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો કે વડાપ્રધાન દ્વારા કરાયેલા સુધારાઓ મધ્યમ વર્ગ માટે રાહતરૂપ બન્યા છે. દૈનિક જરૂરિયાતની અનેક ચીજ વસ્તુઓ સસ્તી થતા પરિવારનો ખર્ચ ઘટ્યો છે અને બચત શક્ય બની છે.

આવકવેરાની મર્યાદા રૂ. ૧૨ લાખ સુધી વધારવા, જીએસટીના દર ઘટાડવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા વડાપ્રધાનએ તમામ વર્ગો માટે નવી ક્રાંતિની શરૂઆત કરી છે, એમ હંસાબેન પારેઘીએ લખ્યું હતું.

RELATED ARTICLES

Most Popular