હળવદ તાલુકાના મિયાણી ગામની સીમમાં ખેતમજૂરી કરતા છોટા ઉદેપુર જિલ્લાના વતની પિતા અને પુત્રી તળાવમાં ન્હાવા જતા ડૂબી ગયા, જેથી બન્નેનું મોત નિપજ્યું. બનાવને લઈ શ્રમિક પરિવારમાં ગંભીર દુખ અને અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી વિગતો અનુસાર, સંજયભાઈ પારસિંગભાઈ રાઠવા (ઉ. ૪૧) અને તેમની પુત્રી ક્રિષ્ના સંજયભાઈ રાઠવા (ઉ.૩) રાજુભાઈ શિવાભાઈ લોરીયાની વાડીમાં ખેતમજૂરી માટે આવ્યા હતા. ગત તા. ૨૯ ના રોજ વાડીની નજીકના તળાવમાં ન્હાવા ગયા હતા, ત્યારે અચાનક ડૂબી જતા બંનેનું મોત નિપજ્યું હતું. હળવદ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે.




