HomeGujaratમોરબી મનપા દ્વારા મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમ અને સ્વચ્છતા...

મોરબી મનપા દ્વારા મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમ અને સ્વચ્છતા ઝુંબેશ

મોરબીમાં મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતિ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ત્રિકોણબાગ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. માન. કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, ચીફ ફાયર ઓફિસર અને અન્ય સ્ટાફ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી ચડાવી અને પુષ્પ અર્પણ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ત્યારે, તા. ૧૭, સપ્ટેમ્બરથી તા. ૨, ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા ૨૦૨૫” પખવાડિયા અંતર્ગત વિવિધ IEC પ્રવૃતિઓ, વૉલ પેઇન્ટિંગ સ્પર્ધા અને “એક કલાક, એક દિવસ, એક સાથે” અભિયાનનું આયોજન થયું. શ્રેષ્ઠ કાર્ય કરનાર વિદ્યાર્થીઓ, શાળાઓ અને સફાઈ કર્મચારીઓને પ્રમાણપત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

અત્યાર બાદ “સ્વચ્છ ભારત દિવસ” નિમિત્તે મહારાણા પ્રતાપ સર્કલથી સર્કિટ હાઉસ રોડ સુધી વિશેષ સફાઈ ઝુંબેશ યોજાઇ. લગભગ ૧૦૦૦ નાગરિકો અને ૫ ટ્રેક્ટર, ૧ JCB તથા ૧ લોડર દ્વારા ૧૦ ટન કચરો નિકાલ કરવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ પ્રવૃત્તિઓ મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા અને સેવા સંદેશને જીવંત રાખીને નાગરિકોમાં સમાજસેવાના પ્રેરણાસ્ત્રોત રૂપે કાર્યરત છે.

RELATED ARTICLES

Most Popular