ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે આવેલી સેયજોન એફ.આઇ.બી. સી.એલ.એલ.પી. કંપનીમાં દુર્ઘટના સર્જાતા એક મજૂરનું મોત થયું છે.
મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ હરબટીયાળી ગામે કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા આનંદભાઈ દયાશંકર બર્મા (ઉં. ૨૫) સેડ ઉપર તૂટેલ અંજવાસીયું બદલવા ગયા હતા. તે દરમિયાન તૂટેલા અંજવાસીયામાં પગ આવી જતા તેઓ સેડ પરથી નીચે પ્લાન્ટમાં પટકાયા હતા.
આ અકસ્માતમાં તેમના માથામાં ગંભીર હેમરેજ જેવી ઇજાઓ થતા સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ટંકારા તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.




