મોરબીમાં શરદ પૂર્ણિમા નિમિત્તે ભૂદેવો માટે પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા ભવ્ય શરદોત્સવ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. લીલાપર કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મોરબી સમસ્ત બ્રહ્મ પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા.
શરદપુનમની ચાંદની રાતે ભૂદેવોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી, જયારે કાર્યક્રમમાં મોરબીના ડિસ્ટ્રિક્ટ જજ પી.વી. શ્રીવાસ્તવ, એડીશનલ સેશન્સ જજ કમલ આર. પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, જિલ્લા સરકારી વકીલ વિજભાઈ જાની, તેમજ જગદીશભાઈ ઓઝા, ગોપાલભાઈ ઓઝા, કિશોરભાઈ શુકલ, રવિન્દ્રભાઈ ભટ્ટ સહિતના બ્રહ્મ સમાજના અધિકારીઓ, વકીલો, સરકારી કર્મચારીઓ અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ ઉદયભાઈ જોષી, મહામંત્રી વિશ્વાસભાઈ જોષી, હર્ષભાઈ વ્યાસ, વિજયભાઈ રાવલ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. આ શરદોત્સવનું સફળ સંચાલન કૌશલભાઈ હિતેશભાઈ મહેતા અને મહિધરભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું.




