વાંકાનેર સિટી પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલનો ઉપયોગ કરીને નાગરિકોના ખોવાયેલા મોબાઈલ ફોન અને ચોરાયેલી રોકડ રકમ શોધી અરજદારોને પરત કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસે CEIR પોર્ટલમાં નોંધાયેલા મોબાઈલ ફોનની સતત મોનીટરીંગ અને ટેક્નિકલ વર્કઆઉટ દ્વારા રૂ. 1,78,800ની કિંમતના કુલ 12 ખોવાયેલા મોબાઈલ ફોન તેમજ રૂ. 2,44,000ની ચોરાયેલી રોકડ રકમ, મળી કુલ રૂ. 4,22,800નો માલસામાન શોધી કાઢ્યો હતો. પોલીસ દ્વારા આ રિકવર થયેલો માલસામાન અરજદારોને પરત આપતાં તેમણે વાંકાનેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ. યશપાલસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઈ વાધડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, પો.કોન્સ. રાણીંગભાઈ ખવડ, વિપુલભાઈ પરમાર, દર્શીતભાઈ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા તથા જગદીશભાઈ રંગપરાનો મહત્વનો ફાળો રહ્યો હતો.




