મોરબીમાં આવતીકાલે તા.25 ને મંગળવારના રોજ 66 કેવી વજેપર સબ સ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી રાજનગર ફીડરમાં સવારે 8 થી 11:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
આ ફીડર હેઠળ આવતા વિસ્તારો જેવા કે, રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોકની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ- 3,4,5,6 નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર સહિતના વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

