Sunday, April 19, 2026
HomeGujaratમોરબી જિલ્લા કલેકટરની અધ્યક્ષતામા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ધોરણ 10...

મોરબી જિલ્લા કલેકટરની અધ્યક્ષતામા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ધોરણ 10 અને 12માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો 

Advertisement
Advertisement

‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના હેઠળ દીકરીઓના શિક્ષણને વેગ આપવા અને સમાજમાં દીકરીઓ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવાના ઉદ્દેશ્ય સાથે સરકાર પહેલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે માર્ચ-ર૦રપમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં પોતાની શાળા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને સરકારી શાળાની તેજસ્વી દીકરીઓને એજ્યુકેશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ દરમિયાન દીકરીઓ ઉચ્ચ શિક્ષણ તરફ વધુ ઉત્સાહ સાથે આગળ વધે તેવા હેતુથી કલેક્ટરના હસ્તે પ્રતીકાત્મક રૂપે પાંચ દીકરીઓને એજ્યુકેશન કીટ અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત દીકરીઓને પ્રોત્સાહિત કરતા કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ દીકરીઓના સશક્તિકરણનું સૌથી મોટું શસ્ત્ર છે. દીકરીઓ માત્ર ભણે એટલું જ નહીં, પરંતુ શિક્ષણ પ્રાપ્ત કરી આત્મનિર્ભર બને અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પોતાનું યોગદાન આપે તે અત્યંત અનિવાર્ય છે.” તેમણે તમામ દીકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી અને જિલ્લા રોજગાર અધિકારી મનિષાબેન સાવનિયા તથા વિદ્યાર્થિની ઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular