મોરબીના પાડાપુલનીજોખમી હાલતને ઘ્યાને લઈ તાત્કાલીક ધોરણે રીનોવેશન/રીપેરીંગ/મરામત કરાવવા તથા મયુર પુલ પર લોકોની અલવરજવર ડાયવર્ડ કરવા જાહેરનામું બહાર પાડવા અંગે. નીચે આવેલ બેઠો પુલ ઉપરથી પણ ડાયવર્ડ થઇ શકે આ બાબતમાં મોરબી માળિયા વિસ્તારના મંત્રી સાહેબ કાંતિભાઇ અમૃતિયાસાહેબને પણ જાણ કરવામાં આવી છે ત્યારે આ બાબતે યોગ કરવા મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઇ, ગીરશભાઈ છબીલભાઈ કોટેચાએ મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરનો મુખ્ય પાડા પુલ હાલે અત્યંત જોખમી હાલતમાં આવેલો છે અને આ પાડા પુલ ઉપર અનેક સ્થળોએ મોટા ખાડા તિરાડો પડેલી છે મોરબી શહેર તથા આજુબાજુના ગામડાના તેમજ બહારના લોકોને આ ખરાબ સ્થિતિમાં રહેલા પુલ ઉપર થી પસાર થવામાં ખુબજ તકલીફ ભોગવવી પડે છે અને જો દીવસમાં ત્રણ થી ચાર વખત અવર-જવર આ જોખમી પુલ ઉપર થી કરવામાં આવે તો માણસની અને સાથે વાહનની સ્થિતિ ખુબજ ખરાબ થઇ જાય છે. અને વ્યકિત બીમાર પડી જાય છે જેથી કરીને તાત્કાલીક ધોરણે આ અતિ ખરાબ હાલતમાં રહેલ પુલની સ્થિતિ સુધારવા નમ્ર અરજ છે. જો તેમાં કોઈ કસુર કરી ને આ પુલ નું રીપેરીંગ કામ કરવામાં ઢીલ થયેથી આ પુલ ઉતરથી પસાર થનાર જેન્ટસ/મહિલા વાહન ચલાવીને પસાર થતી વખતે આ ખાડા/તીરાડોના કારણસર પડી જાય તો હાથ પગમાં ફેકચર અને માથમાં હેમરેજ થવાથી મૃત્યુ પણ થઇ શકે અને જે અંગેની જવાબદારી અને જોખમદારી મોરબી મ્યુનસીપાલ કોર્પોરેશન ની તથા આપ જીલ્લા કલેકટરની રહેશે. તેમજ પાડાપુલની હાલની સ્થિતિને કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે. જેના કારણે જનજીવનને ગંભીર જોખમ ઊભુ થયુ છે આ પુલ પરથી ભારે વાહનોવ્યવહાર સતત ચાલુ હોવાથી કોઈ મોટી દુર્ઘટના સજાર્ય તેવો ભય વ્યકત કરવામાં આવી રહ્યો છે. જેથી અમારી આ અરજી માં જણાવેલી તમામ વિગતો ને ઘ્યાને વંચાણે લઇને તાત્કાલીક ધોરણે ન્યાય નિર્ણય કરવા તેમજ તાત્કાલીક ધોરણે આ પુલ નું કામ કરવા અમો આપ સાહેબશ્રીને નમ્ર અરજ કરીએ છીએ. આ સંજોગોમાં જાહેર હિતને ઘ્યાનમાં રાખીને વિનંતી છે કે પાડા પુલ પર તાત્કાલીક ધોરણે વાહન વ્યવહાર બંધ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવે.
પાડાપુલની જગ્યાએ મચ્છુ નદી ઉપર બનાવેલા વિકલ્પ પુલ પરથી અવરજવર વ્યવસ્થા અમલમાં મુકવામાં આવે પાડા પુલનું રીનવોશેન/મરામત કામ તાત્કાલીક શરૂ કરાવી સુરક્ષીત બનાવવામાં આવે.
આ અરજી દ્વારા જણાવવાનું કે જો આગામી દિવસોની અંદર મોરબી જિલ્લા તંત્ર દ્વારા જરૂરી જાહેરનામું બહાર પાડવામાં નહીં આવે તથા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો સામાજીક કાર્યકરો અને સ્થાનિક નાગરીક દ્વારા રસ્તા રોક આંદોલન કરવાની ફરજ પડશે. જેની સંપુર્ણ જવાબદારી તંત્રની રહેશે. તીરાડોના કારણસર લોકોને અવર-જવર તથા રોડની ખસ્તા સ્થિતિ ના કારણે રોજબરોજ વાહન ચાલકો તથા પગપાળા નાગરીકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.




