મોરબીમાં 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે એક સગર્ભા મહિલાને આપઘાત કરતા બચાવી નવજીવન આપ્યું છે. એક જાગૃત નાગરિકે મહિલાના આપઘાત પ્રયાસ અંગે જાણ કરતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર સેજલબેન પટેલ, કોન્સ્ટેબલ જયશ્રીબેન અને પાયલોટ મહેશભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટીમે સૌપ્રથમ પીડિત મહિલાને શાંત પાડી આશ્વાસન આપ્યું. જાગૃત નાગરિકે ટીમને જણાવ્યું કે મહિલા ઓવરબ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયાસ કરી રહી હતી. મહિલાના પતિ પણ ઘટનાસ્થળે હાજર હતા.
ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતા તેણે જણાવ્યું કે તેના પતિ નાની-નાની બાબતોમાં ઝઘડો કરતા હોવાથી તે સતત માનસિક ત્રાસ અનુભવી રહી હતી. આ કારણે તે હતાશ થઈ ગઈ હતી.
પતિનું કાઉન્સેલિંગ કરતા તેમણે જણાવ્યું કે તેમના પ્રેમલગ્ન થયા છે અને તેમની પત્ની નવ મહિનાની સગર્ભા છે. તેઓ રાજકોટથી મોરબી દર્શન કરવા આવ્યા હતા અને પરત રાજકોટ જઈ રહ્યા હતા. રસ્તામાં પત્નીની તબિયત લથડતા પતિએ મોરબીમાં જ સારવાર લેવા જણાવ્યું, પરંતુ પત્નીએ રાજકોટ જઈ સારવાર લેવાની જીદ કરી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતા પત્નીએ ચાલુ રિક્ષામાંથી કૂદી ઓવરબ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

181 ટીમે પીડિતાને પરિસ્થિતિની ગંભીરતા સમજાવી. તેમણે પતિને પણ સમયસર સારવાર કરાવવા અને આ સ્થિતિમાં પત્નીનું ધ્યાન રાખી માનસિક ત્રાસ ન આપવા સમજાવ્યા. પતિએ પત્નીનું ધ્યાન રાખવાની ખાતરી આપી.
પીડિતાએ ૫ણ રાજકોટ જવાની જીદ છોડી મોરબીમાં સારવાર લેવા અને ભવિષ્યમાં ક્યારેય આપઘાતનો વિચાર ન કરવા સંમતિ આપી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ બોલાવી પીડિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. પીડિતાના પતિએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો.