Sunday, April 19, 2026
HomeGujaratમોરબીના ઉંચી માંડલ ગામ નજીક ડમ્પરમાથી વિદેશી દારૂ/બિયરનો જંગી જથ્થો ઝડપાયો; બે...

મોરબીના ઉંચી માંડલ ગામ નજીક ડમ્પરમાથી વિદેશી દારૂ/બિયરનો જંગી જથ્થો ઝડપાયો; બે ઈસમોની ધરપકડ 

Advertisement
Advertisement

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે રોડ ઉપર ડમ્પરમાથી મળી આવેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની/મોટી બોટલો નંગ ૨૬૫૨ કિં.રૂ. ૫,૦૪,૯૬૦/- તથા બીયર ટીન નંગ-૧૬૨ કિ.રૂ.૩૫,૬૪૦/- તથા વાહન સહિત અન્ય મુદમાલ મળી કુલ ૨૦,૬૮,૧૯૫/- ના મુદામાલ સાથે બે ઈસમોને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, એક ટ્રક ડમ્પર નંબર GJ-09- AU-9274 વાળુ હળવદ તરફથી મોરબી તરફ આવે છે. જે ડમ્પરમાં માટી ભરેલ છે. અને આ ડમ્પરના ડ્રાયવર કેબીનના પાછળ બોડીના આગળના ભાગે એક ચોરખાનુ બનાવેલ છે. તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી બાતમી મળતા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફ સાથે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક સ્પેરોન કારખાના પાસે રોડ પર વાહનચેકીંગ/વોચમાં હોય તે દરમિયાન બાતમીવાળુ ડમ્પર મળી આવતા ચેક કરતા ડમ્પરમાથી વિદેશી દારૂની બોટલો નંગ- ૨૬૫૨ કિં.રૂ. ૫,૦૪,૯૬૦/- તથા બીયર ટીન નંગ-૧૬૨ કિ.રૂ.૩૫,૬૪૦/- તથા વાહન સહિત અન્ય મુદમાલ મળી કુલ ૨૦,૬૮,૧૯૫/- ના મુદામાલ સાથે આરોપી અજયભાઈ કાન્તીલાલ ડામોર રહે.શીસોદ ગામ તા.બીછીવાડા જી.ડુંગરપુર રાજસ્થાન તથા રાહુલ અર્જુનલાલ વિહાત રહે.ગામ બોખલા બેરી ફળીયા તા.બીછીવાડા જી. ડુંગરપુરવાળાને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular