Sunday, April 19, 2026
HomeGujaratમોરબીના વાવડી રોડ પર ઉમિયા પાર્ક નજીકથી ઇંગ્લિશ દારૂની છ બોટલ સાથે...

મોરબીના વાવડી રોડ પર ઉમિયા પાર્ક નજીકથી ઇંગ્લિશ દારૂની છ બોટલ સાથે બે ઝડપાયા 

Advertisement
Advertisement

મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ઉમિયા પાર્ક નજીકથી વિદેશી દારૂની 06 બોટલ સાથે બે ઈસમોને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી જીતી એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના વાવડી રોડ પર ઉમિયા પાર્ક પાસે પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ 6 કિંમત રૂપિયા 3342 ના મુદ્દા માલ સાથે આરોપી બસીરભાઈ ઉર્ફે ટીકડી યુસુફભાઈ સાહમદાર(ઉ.વ.૨૪) રહે. મહેન્દ્ર પર શેરી નંબર-12 મોરબી તથા દશરથ સિંહ વનરાજસિંહ ઝાલા રહે માધાપર મોરબી વાળા ને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular