Sunday, April 19, 2026
HomeGujaratમોરબીમાં મ્યુલ એકાઉન્ટ પ્રકરણમાં આયુર્વેદિક ડોક્ટર સહિત બેની ધરપકડ 

મોરબીમાં મ્યુલ એકાઉન્ટ પ્રકરણમાં આયુર્વેદિક ડોક્ટર સહિત બેની ધરપકડ 

Advertisement
Advertisement

મોરબી; ગુજરાતમા શરૂ કરવામાં આવેલ’ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત મોરબી સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં સાયબર ફ્રોડ માટે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપવાના કૌભાંડમાં પોલીસે એક આયુર્વેદિક ડોક્ટર અને અન્ય એક શખ્સની અટક કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ડીવાયએસપી વિશાલ દલવાડીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં મ્યુલ એકાઉન્ટના કુલ 13 ગુનાઓ નોંધાયા હતા. વર્ષ 2026ની આ 14મી FIR નોંધવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓએ નાણાકીય લાલચમાં આવીને પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર છેતરપિંડીના નાણાં મેળવવા માટે કરવા દીધો હતો. જેમાં સુજલ સબ્બીરભાઈ ચામડિયા: વ્યવસાયે આયુર્વેદિક ડોક્ટર છે. તેઓ અમદાવાદથી જથ્થાબંધ આયુર્વેદિક દવાઓ લાવી મોરબીમાં વેચાણ કરે છે. તેમના ખાતામાં ₹14.55 લાખના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા, જેમાંથી રૂ. 7.60 લાખ અન્ય ખાતામાં ટ્રાન્સફર થયા હતા અને બાકીના રૂ. 7 લાખ ફ્રીઝ કરવામાં આવ્યા છે. તેમજ અકબરભાઈ ફકરુદ્દીન શેખ: જેમના ખાતામાં રૂ. 29 લાખના વ્યવહારો મળી આવ્યા હતા અને આ તમામ રકમ ઉપાડી લેવામાં આવી હતી.

વધુમાં તપાસમાં બહાર આવ્યું છે કે અમદાવાદના ચિરાગ નામના વ્યક્તિએ ડોક્ટર સુજલનો સંપર્ક કર્યો હતો. ખાતામાં ટ્રાન્ઝેક્શન કરવા દેવા બદલ તેને 20,000ની લાલચ આપવામાં આવી હતી. આ ઉપરાંત બોટાદના મનોજ નામના અન્ય એક શખ્સનું નામ પણ ખુલ્યું છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત ઉપરાંત અન્ય ત્રણ રાજ્યોમાં પણ ગુના નોંધાયેલા છે, જે દર્શાવે છે કે આ એક આંત૨૨ાજ્ય સંગઠિત ગુનાખોરી (Multi-state Syndicate) છે. હાલ નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular