HomeMorbiરાજ્યના શ્રમ રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાનુ સ્વાસ્થ્ય સારું થાય તે માટે આવતીકાલે...
રાજ્યના શ્રમ રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાનુ સ્વાસ્થ્ય સારું થાય તે માટે આવતીકાલે યજ્ઞનું આયોજન
મોરબીના લોક લાડીલા ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આવતીકાલે શનિવારે મુંબઈ ખાતે ઓપરેશન થવા જઈ રહ્યું છે.
ત્યારે ધારાસભ્યનુ ઓપરેશન સફળ રહે અને તેઓ ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ થઈ પરત ફરે તે માટે મોરબી શહેર ભાજપ અને મિશન નવભારત પરિવાર દ્વારા શનિવારે સવારે એક વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી કાંતિભાઈ અમૃતિયાના શુભ સ્વાસ્થ્ય પ્રાપ્તિ અર્થે મહામંડલેશ્વર કંકેશ્વરી દેવીના પાવન સાનિધ્યમાં આ યજ્ઞ યોજાશે. આ યજ્ઞ તારીખ: ૨૧ ફેબ્રુઆરી ર૦ર૬, શનિવાર (આવતીકાલે), સમય: સવારે ૧૧:00 કલાકે સ્થળ: ખોખરા હનુમાનજી મંદિર, ભરતનગર, મોરબી-૨ કરવામાં આવશે.