HomeMorbiહળવદના રણમલપુરમાં વીજ થાંભલા મુદ્દે વૃદ્ધ પર હુમલો, ત્રણ શખ્સો સામે ગુનો...
હળવદના રણમલપુરમાં વીજ થાંભલા મુદ્દે વૃદ્ધ પર હુમલો, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
હળવદ તાલુકાના રણમલપુર ગામે વીજ થાંભલો ઉભો કરવાનો મુદ્દો વિવાદમાં ફેરવાતાં એક વૃદ્ધ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ મામલે ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રણમલપુર ગામે રહેતા અને ખેતી કામ કરતા પુનાભાઈ દેવાભાઈ રાઠોડ (ઉ.વ. 61) એ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, ગામમાં વીજ થાંભલો ઉભો ન કરવા બાબતે આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી, જે બાદ ઝગડો ઉગ્ર બન્યો હતો. ફરિયાદમાં હરજીભાઈ કરમશીભાઈ રબારી, નરેશભાઈ હરજીભાઈ રબારી અને ખોડાભાઈ ગોવિંદભાઈ રબારી (રહે. રણમલપુર, તા. હળવદ) સામે આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમણે ફરિયાદીને જાતિ પ્રત્યે હડધુત કરી ગાળો આપી લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.