HomeMorbiમોરબીમાં આધેડનો ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી
મોરબીમાં આધેડનો ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી
મોરબી શહેરમાં ગળેફાંસો ખાઈ આધેડ દ્વારા આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ સામાકાંઠા વિસ્તારમાં આવેલા સો ઓરડી ચામુંડાનગર શેરી નંબર–01 માં રહેતા ગૌતમભાઈ અમરશીભાઈ સોલંકી (ઉ.વ.55) એ પોતાના નિવાસસ્થાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.
આ બનાવની જાણ થતાં પરિવારજનો તથા આસપાસના લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની જાણ પોલીસને થતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મૃત્યુ નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે. ગૌતમભાઈએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.