HomeMorbiમોરબીમાં મિત્રોએ જ યુવકની હત્યા કરી? પેટમાં ધારદાર હથિયારના ઘા બાદ રાજકોટ...
મોરબીમાં મિત્રોએ જ યુવકની હત્યા કરી? પેટમાં ધારદાર હથિયારના ઘા બાદ રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મોત
મોરબીના રફાળેશ્વર પાસે આવેલા આંબેડકર નગરમાં રહેતા એક યુવક પર તેના જ મિત્રો દ્વારા ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બનાવ હત્યામાં પલટાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ આંબેડકર નગરમાં રહેતા ભરત જગદીશભાઈ ચૌહાણ (ઉ.વ.30) રફાળેશ્વર નજીક વિસ્તારમાં આવેલી કૈલાશ ફેક્ટરી પાસે હતા ત્યારે પ્રદીપ કોળી અને તેની સાથેના એક અજાણ્યા શખ્સે ધારદાર લાદીના કટકા વડે પેટના ભાગે ઘા માર્યા હતા. હુમલામાં લોહી લુહાણ થયેલા ભરતને પહેલા મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તેમજ બનાવ હત્યામાં પલટાતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. અને મૃતકના માતા દયાબેને જણાવ્યું હતું કે તેઓ હોળી નિમિત્તે જામનગરમાં દીકરીને હારડો આપવા ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. ભરતના પિતા હયાત નથી અને તે બે ભાઈ અને એક બહેનમાં બીજા નંબરનો હતો.હાલ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.