HomeMorbiમોરબીના રોહિદાસપરામાં કચરો સળગાવવાનો વિવાદ ઉગ્ર બન્યો: મહિલાને ચાર શખ્સોએ માર મારી...

મોરબીના રોહિદાસપરામાં કચરો સળગાવવાનો વિવાદ ઉગ્ર બન્યો: મહિલાને ચાર શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબી શહેરના સામાકાંઠે આવેલ રોહિદાસપરા વિસ્તારમાં કચરો સળગાવવાની બાબતે ઉગ્ર ઝઘડો સર્જાતા મહિલાને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ રેલ્વે સ્ટેશન પાછળ કબીર આશ્રમ નજીક ખાડામાં રહેતી રચનાબેન નરેશભાઈ પંડ્યા (ઉ.વ. 26) દ્વારા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં તેઓએ આરોપ લગાવ્યો છે કે તે જ વિસ્તારમાં રહેતા ગીતાબેન દેવજીભાઈ પરમાર, દેવજીભાઈ મૂળજીભાઈ પરમાર, ડેનીશભાઈ દેવજીભાઈ પરમાર અને રૂષીભાઈ દેવજીભાઈ પરમારએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. ફરિયાદ મુજબ રચનાબેન પોતાના ઘરે ઘાસ તથા કચરો સાફ કરી સળગાવી રહ્યા હતા ત્યારે આરોપીઓ ત્યાં આવી કચરો સળગાવવાની બાબતે બોલાચાલી શરૂ કરી હતી. બાદમાં મામલો ઉગ્ર બની જતા આરોપીઓએ ગાળો આપી કચરો-પોતુ કરવાની લાકડી તેમજ ઢીકા-પાટુ વડે માર માર્યો હતો. સાથે જ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular