HomeMorbiહળવદ પંથકમાં સગીરાનું અપહરણ: યુવક વિરુદ્ધ ગુનો દાખલ

હળવદ પંથકમાં સગીરાનું અપહરણ: યુવક વિરુદ્ધ ગુનો દાખલ

હળવદ પંથકમાં ગુનાખોરીના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અપહરણ, લૂંટ અને ચોરી જેવી ઘટનાઓ વચ્ચે હવે સગીરાનું અપહરણ થયાનો એક બનાવ સામે આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પંથકમાં રહેતા એક આધેડે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે તેમની 17 વર્ષની સગીર વયની દિકરીને આરોપી આકાશ જયેશભાઈ ચૌહાણ (રહે. રતનપર, સોમનાથ ચોક, રામાપીરની ટેકરી, સુરેન્દ્રનગર) કાયદેસરના વાલિપણા માંથી લલચાવી લઈ જઈ અપહરણ કરી ગયો છે. આ બનાવને લઈ હળવદ તાલુકા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 137(2) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular