HomeMorbiમોરબીમાં વ્યાજખોરોનો આતંક યથાવત: 65 હજારનુ 50 હજાર વ્યાજ ચુકવ્યા છતાં ધમકી
મોરબીમાં વ્યાજખોરોનો આતંક યથાવત: 65 હજારનુ 50 હજાર વ્યાજ ચુકવ્યા છતાં ધમકી
મોરબી શહેરમાં વ્યાજખોરી અને ઉઘરાણીના બનાવો અટકતા ન હોવાના સંકેત ફરી એકવાર સામે આવ્યા છે. મોરબીના લીલાપર વિસ્તારમાં રહેતા એક આધેડે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પોલીસનો સહારો લીધો છે.
આ અંગે મળતી માહિતી મુજબમોરબીના લીલાપર પ્રકાશનગર સોસાયટીમાં રહેતા હરેશભાઈ માવજીભાઈ જાદવે (ઉ.વ.૪૬) એ આરોપી મહેશભાઈ ધનજીભાઈ જાદવ અને ઘનજીભાઈ દેવજીભાઈ જાદવ રહે બંને સો ઓરડી વિસ્તાર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપીઓ પાસેથી સને-૨૦૨૨ના ફેબ્રુઆરી તથા સને-૨૦૨૩ના માર્ચ મહીનામાં રૂપીયા ૬૫,૦૦૦/-, ૫ % લેખે વ્યાજે લીધેલ હોય જેનું ફરીયાદીએ રૂ/-૫૦,૦૦૦/- વ્યાજ ચુકવેલ હોય તેમ છતા આરોપીઓએ ફરીયાદીને અવાર નવાર રૂબરૂ તથા ફોન ઉપર વ્યાજ તથા મુદ્દલ રકમ ભરવા ધમકીઓ આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 351(2), 351(4), 54 તેમજ ગુજરાત નાણા ઘીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ 40 અને 42 મુજબ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.