HomeMorbiમોરબીમાં ફિલ્મી અંદાજમાં અપહરણ! ૧૩ લાખ માટે યુવકને બંદી બનાવી મારકૂટ
મોરબીમાં ફિલ્મી અંદાજમાં અપહરણ! ૧૩ લાખ માટે યુવકને બંદી બનાવી મારકૂટ
મોરબી શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નાણાકીય લેવડદેવડને લઈને એક યુવકનું ફિલ્મી અંદાજમાં અપહરણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા વિશાલભાઈ શેરસીયા (ઉંમર ૨૯)ને પાંચ શખ્સોએ મળીને મારમાર કરી બળજબરીથી રૂપિયા વસૂલવાનો પ્રયાસ કર્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગરમા ધર્મ મંગલ સોસાયટી પિપરવાડી વિસ્તારમાં રહેતા વિશાલભાઈ રાજેશભાઈ શેરસીયા (ઉ.વ.૨૯) એ આરોપી ગીરીશભાઇ મગનભાઇ આખજા, રાજુભાઇ ઝાલા આહીર, ભરતભાઇ બાટી ગઢવી, અલ્તાફભાઇ જીવાણી, ઇમરાન ઉર્ફે ગટ્ટી વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી તથા આરોપીઓને નાણાકીય લેવડદેવડના કામે ફરીયાદી પાસેથી રૂપિયા ૧૩ લાખ મેળવવાના હોય જેથી ફરીયાદી જ્યારે મોરબી ભક્તિનગર સર્કલ પાસે ગોકુલનગર જવાના રસ્તે મંડપ સર્વિસના ગોડાઉનમાં ફરીયાદી હોય ત્યારે આરોપીઓ ક્રેટા ગાડી રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.એફ-૮૭૭૧ વાળીમા ફરીયાદી પાસે જઈ ફરીયાદીને લોખંડની કોશ તથા હથોડી વડે મારમારી બળજબરી પૂર્વક રૂપિયા કઢાવવા કારમાં ફરીયાદીનુ અપહરણ કરી જાંબુડીયા બાજું હિમાલીયા કારખાનામાં લઈ જઈ ગોંધી રાખી મોબાઈલ આંચકી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ -૩૦૮(૫), ૧૪૦(૨),૧૨૭(૨),૧૧૫(૧), ૩૫૧(૨) તથા જી.પી. એક્ટ કલમ -૧૪૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.