HomeMorbiમોરબીમાંથી ૩૨ વર્ષીય યુવક અચાનક ગુમ: પરિવાર ચિંતિત, પોલીસ દ્વારા શોધખોળ શરૂ

મોરબીમાંથી ૩૨ વર્ષીય યુવક અચાનક ગુમ: પરિવાર ચિંતિત, પોલીસ દ્વારા શોધખોળ શરૂ

મોરબી શહેરમાં એક યુવક ગુમ થવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ રાજુભાઈ ભોળાભાઈ બાવળીયા (ઉંમર આશરે ૩૨ વર્ષ), જાતે કોળી, ધંધે નોકરીયાત અને હાલ મોરબી ખાતે મહારાણા પ્રતાપ સર્કલ નજીક તાલુકા પોલીસ લાઇન ક્વાર્ટર નં. ૭૭માં રહેતા હતા. તેઓ તા.૧૭/૦૩/૨૦૨૬ના બપોરે આશરે એક વાગ્યાના સમયગાળામાં પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા હતા અને ત્યારબાદ પરત ફર્યા નથી.

ગુમ થયેલ વ્યક્તિનો શારીરિક બંધાણો મજબૂત છે અને રંગ ઘઉંવર્ણનો છે. તેમની ઊંચાઈ અંદાજે ૧૭૦ સે.મી. છે. કપાળના ભાગે જૂનું વાગેલું નિશાન છે. તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે પીળા રંગનો શર્ટ, કાળા રંગનું પેન્ટ, આંખે નંબરવાળા ચશ્મા અને પગમાં ચપ્પલ પહેરેલા હતા.

પોલીસ દ્વારા ગુમ થયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને ઉપરોક્ત વર્ણન મુજબનો યુવક ક્યાંય જોવા મળે અથવા તેની કોઈ માહિતી મળે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular