HomeMorbiટંકારામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; એક શખ્સ પોલીસના હાથે ચડ્યો
ટંકારામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; એક શખ્સ પોલીસના હાથે ચડ્યો
ટંકારા શહેરના સરદારનગર–૦૩ વિસ્તારમાંથી પોલીસએ વિદેશી દારૂનો જથ્થો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. પોલીસે દરોડા દરમિયાન સરદારનગર–૦૩માં રહેતા ઇમારનભાઈ ઉર્ફે બોટલ હનીફભાઈ વીકીયા (ઉ.વ.૨૩)ના રહેણાંક મકાનમાંથી વેચાણ માટે રાખવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન (૧) ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશ્યલ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની ૨૪ બોટલો કી.રૂ. ૧૫,૩૮૪/- (૨) વાઇટ લેક ઓરેન્જ ફ્લેવર વોડકા ૭૫૦ એમ.એલ.ની ૧૩ બોટલો કી.રૂ. ૯,૧૨૬/- અને (૩) 8 PM સ્પેશ્યલ રેર વ્હીસ્કીના ૧૮૦ એમ.એલ.ના ૬૪ પ્લાસ્ટિક ચપલા કી.રૂ. ૭,૬૮૦/- મળી આવ્યા હતા. આ ઉપરાંત આરોપી પાસેથી એક મોબાઇલ ફોન કી.રૂ. ૫,૦૦૦/-નો મળી આવ્યો હતો. આમ કુલ ૧૦૧ બોટલ/ચપલા સહિત રૂ. ૩૭,૧૯૦/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડી તેની સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.