HomeMorbiચેક રીટર્ન કેસમાં કડક ચુકાદો: બિહારના મુઝફરપુરના વેપારીને ૧ વર્ષની સજા, ડબલ...
ચેક રીટર્ન કેસમાં કડક ચુકાદો: બિહારના મુઝફરપુરના વેપારીને ૧ વર્ષની સજા, ડબલ રકમ સાથે વ્યાજ ચૂકવવાનો કોર્ટનો આદેશ
ચેક રીર્ટનના કેસમાં હરી ઓમ મારબલ પેઢીના પ્રોપરાઈટર-મુઝફરપુર-બિહારના વેપારીને-મોરબીના મહે. ચોથા એડીશ્નલ ચીફ જયુડી. મેજીસ્ટ્રેટની કોર્ટના જજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
જેમાં ઉઘાર માલ લઈ બદલામાં આરોપીએ ચેક આપી, ચેક મુજબની રકમ ન ચુકવતા, મુઝફરપુર-બિહારના વેપારી વિજયકુમારને-મોરબીના મહે. ચોથા એડીશ્નલ ચીફ જયુડી. મેજીસ્ટ્રેટની કોર્ટના જજ એ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂા.૩,૩૩,૬૬૮/- નો ડબલ રકમનો દંડ (રૂા.૬,૬૭,૩૩૬/-) તેમજ દંડ ન ભરે તો ૩ માસની અલગથી સાદી કેદની સજા ૯% વ્યાજ તા:૧૫/૦૯/૨૦૨૩ થી ફરીયાદી વેપારીને ચુકવવાનો હુકમ મોરબીની નામદાર અદાલત દ્વારા ફરમાવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, હરી ઓમ મારબલ પેઢીના પ્રોપરાઈટર -મુઝફરપુર -બિહારના પ્રોપરાઈટર- વિજયકુમારે, ફરીયાદી-સ્પીનીકસ સીરામીક ભાગીદારી પેઢીના ભાગીદાર-પ્રયાગપરી અશોકપરી ગોસ્વામી-મોરબીવાળા પાસેથી વર્ષ:૨૦૨૩ માં સીરામીક વિટ્રીફાઈડ ટાઈલ્સનો ઉધારમાલ ખરીદ કરેલ હતો. અને તેઓએ તેમના બદલામાં તેમની બેંકનો ચેક આપેલ હતો. જે ચેક આપતી વખતે ફરિયાદીને એવું વચન અને વિશ્વાસ આપેલ કે તમો બેંકમાં ચેક વટાવવા માટે નાંખશો ત્યારે ચેક મુજબની રકમ તમોને મળી જશે. ફરિયાદીએ સમય મર્યાદામાં ચેક બેંકમાં વટાવતા જે ચેક અપૂરતા ભંડોળ (ઉન્ડસ અનસફીશ્યન્ટ)ના કારણે પરત ફરતા, આરોપીને ટેલીફોનિક તેમજ નોટીસ દ્વારા જાણ કરેલ છતાં આરોપીએ ચેક મુજબની રકમ ફરિયાદીને ન ચુકવતા નામદાર મોરબીના મહે.ચોથા એડીશ્નલ ચીફ જયુડીશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટના જજની કોર્ટમાં નેગો. ઈન્સ્ટ્રુ. એકટ-૧૩૮ મુજબ ફરિયાદીએ તા: ૧૫/૦૯/૨૦૨૩ ના રોજ કેસ દાખલ કરતા સમયે દસ્તાવેજો અસલ/નકલ/ખરીનકલ વિગેરે રજુ રાખેલ હતા.
ત્યારબાદ આરોપી સામે નામદાર કોર્ટે સમન્સની બજવણી કરતા આરોપી કે તેમના પ્રતિનિધિ હાજર ન રહેતા જેથી સદરહુ કેસ એકતરફી આગળ ચાલવા લાગેલ અને અને આરોપીને પુરતી તક આપવા છતાં કોઈ જવાબ રજુ ન કરતા આરોપીનો જવાબનો હકક બંધ કરી દીધેલ. ત્યારબાદ ફરિયાદીના એડવોકેટએ જરૂરી આધાર પુરાવાઓ તેમજ વિવિધ ચુકાદાઓ તથા દલીલ કરતા નામદાર કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂા.૩,૩૩,૬૬૮/- નો ડબલ રકમનો દંડ (રૂા.૬,૬૭,૩૩૬/-) તેમજ દંડ ન ભરે તો ૩ માસની અલગથી સાદી કેદની સજા ૯% વ્યાજ સહિત મોરબીના ફરીયાદી વેપારીને ચુકવવાનો હુકમ કરેલ. આ કામમાં આરોપી નામદાર કોર્ટમાં સજાના હુકમ અંગે હાજર ન થતાં નામદાર કોર્ટ દ્વારા ચેક મુજબની રકમ, દંડ ન ભરતા આરોપી સામે સજાનું વોરંટ ઈસ્યુ કરવાનો હુકમ કરેલ છે.
આ કામમાં ફરીયાદી-સ્પીનીકસ સીરામીક ભાગીદારી પેઢીના ભાગીદાર-પ્રયાગપરી અશોકપરી ગોસ્વામી-મોરબીવાળા વતી રાજકોટના એડવોકેટ રમેશ બી. દાવડા, પુનમબેન ગોસ્વામી તથા યશ આર. દાવડા, કુંડારીયા ધારાબેન વાણુભાઈ રોકાયેલ હતા.