HomeMorbiચા બનાવવા મુદ્દે ઘરમાં કલહ: પતિએ પત્ની પર હાથ ઉઠાવતા પોલીસ ફરિયાદ...

ચા બનાવવા મુદ્દે ઘરમાં કલહ: પતિએ પત્ની પર હાથ ઉઠાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ

વાંકાનેર શહેરમાં નાનકડા ઘરેલુ મુદ્દે મોટો વિવાદ સર્જાતા પતિ વિરુદ્ધ પોલીસમાં ગુનો નોંધાયો છે. મત્રી સોસાયટી વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ સામે મારપીટ અને ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, જોશનાબેન રાઠોડે પોતાના પતિ અશોકભાઈ રાઠોડ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ચા બનાવવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ પતિએ ગાળો આપી ઝઘડો વધાર્યો હતો. ત્યારબાદ જપાઝપી દરમિયાન પતિએ પત્નીને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular