HomeMorbiમોરબીના ત્રાજપર ચોકડી પાસે ઇમારત પરથી પટકાતા ૪૦ વર્ષીય વ્યક્તિનું મોત, પોલીસ...
મોરબીના ત્રાજપર ચોકડી પાસે ઇમારત પરથી પટકાતા ૪૦ વર્ષીય વ્યક્તિનું મોત, પોલીસ તપાસ શરૂ
મોરબી શહેરમાં અકસ્માતજન્ય મોતનો બનાવ સામે આવ્યો છે. મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાજપર ચોકડી નજીક આવેલી શીવ અંજની કોર્પોરેશન હાઉસમાં એક વ્યક્તિનું ઉપરના માળેથી પડી જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ ગણેશભાઇ માવજીભાઇ પરમાર (ઉંમર ૪૦), રહે. માધાપર શેરી નં.૨૪, મોરબીવાળા કોઈપણ સમયે ઇમારતના ઉપરના માળેથી નીચે પડી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. બનાવ બાદ તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલ મોરબી ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.