HomeMorbiમોરબી સિરામિક એસોસિએશનની ચૂંટણીમા નરેન્દ્રભાઈ સંઘાત બહુમતી સાથે પ્રમુખપદે વિજેતા
મોરબી સિરામિક એસોસિએશનની ચૂંટણીમા નરેન્દ્રભાઈ સંઘાત બહુમતી સાથે પ્રમુખપદે વિજેતા
મોરબી: મોરબી સિરામિક મેન્યુફેક્ચર્સ એસોસિએશનની વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કુલ 161 મતદારો નોંધાયેલા હતા અને લગભગ 100 ટકા જેટલું મતદાન નોંધાતા ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ સક્રિય અને લોકશાહી ભાવનાથી પૂર્ણ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામ જાહેર થતાં નરેન્દ્રભાઈ સંઘાતને સ્પષ્ટ બહુમતી મળી હતી અને તેઓ પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા. તેમની જીતને પગલે મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને અનેક આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સાથે જ અન્ય ઉમેદવારોએ પણ સ્પોર્ટ્સમેન સ્પિરિટ દાખવીને પરિણામ સ્વીકાર્યું હતું અને ટ્રેડના સર્વાંગી વિકાસ માટે એકતાથી આગળ વધવાની આશા વ્યક્ત કરી હતી. આ ચૂંટણી પછી મોરબીના સિરામિક ઉદ્યોગને નવી દિશા અને ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.