HomeMorbiમાળીયા (મીં)માંથી દેશી તમંચા સાથે એક ઈસમ પકડાયો
માળીયા (મીં)માંથી દેશી તમંચા સાથે એક ઈસમ પકડાયો
માળીયા મીંયાણા વિસ્તારમા આવેલ વિસાલા હોટલ પાસે આવેલ કાંચા રસ્તા ઉપર જાહેરમા એક ઇસમને દેશી હાથ બનાવટી તમંચો (હથીયાર) સાથે માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ રમજાન ઇદ તહેવાર અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન, બાતમીના આધારે, માળીયા મીંયાણા વિસ્તારમાં આવેલ વિસાલા હોટલ પાસે આવેલ કાંચા રસ્તા ઉપર જાહેરમા આરોપી સુલ્તાન ઉર્ફે ટપુસ રસુલભાઇ કટીયા (ઉ.વ.૩) રહે- માળીયા-કચ્છ ને.હા. રોડ, વીસાલા હોટલની પાછળ, માળીયા. (મીં)વાળાને દેશી હાથ બનાવટી તમંચો (હથીયાર) નંગ-૦૧ કિ.રૂ.૨૦૦૦વાળાને પકડી પાડી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં હથિયારધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.