HomeMorbiમોરબીના જુના નાગડાવાસમાં મંદિર પાસે પાર્ક કરેલી બાઈક ચોરાઈ
મોરબીના જુના નાગડાવાસમાં મંદિર પાસે પાર્ક કરેલી બાઈક ચોરાઈ
મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામની સીમમાં બાઈક ચોરીની ઘટના સામે આવી છે જુના નાગડાવાસ ગામની સીમમાં ખોડીયાર માતાજીના મંદિર વાળા રસ્તે મોહનભાઈ ટપુભાઈ મિયાત્રા ના વાડીએ ઓરડી પાસેથી કોઈ અજાણ્યો ચોરીસમ ફરિયાદીનું મોટરસાયકલ ચોરી કરી લઈ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જૂના નગડાવાસ ગામે રહેતા ઈસમાલ બચેલા સંગડિયા એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે જુના નાગડાવાસ ગામની સીમમાં ખોડીયાર માતાજીના મંદિર વાળા રસ્તે મોહનભાઈ ટપુભાઈ મિયાત્રા ના વાડીએ ઓરડી પાસેથી ફરીયાદીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજીસ્ટર નંબર એમપી-૬૯- ઝેડ.સી-૯૭૯૨વાળુ જેની કિંમત રૂપિયા ૭૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોરીસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસા ધરી છે.