HomeMorbiમોરબીના રાપર ગામ નજીક રોડ પર અકસ્માત ; ટ્રક પાછળ કેરી વાહન...
મોરબીના રાપર ગામ નજીક રોડ પર અકસ્માત ; ટ્રક પાછળ કેરી વાહન અથડાતા એકનું મોત; એક ઇજાગ્રસ્ત
મોરબી તાલુકાના રાપર ગામની સીમમાં સિલ્વરસન નામના બંધ કારખાનના સામે હળવદ – માળીયા રોડ પર ટ્રક પાછળ કેરી વાહન ઘુસી જતા એક યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા કમલેશભાઈ દેવાભાઈ પાંચીયા (ઉ.વ.૪૩) એ આરોપી મારૂતિ સુઝુકી સુપેરકેરી લોડિંગ વાહન રજીસ્ટર નંબર -GJ-36-V-8986 ના ચાલક સાજનકુમાર હરજીભાઈ દેલવાણીયા (ઉ.વ.૨૧) વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાહેદો તેમના ટ્રક ટેન્કર રજીસ્ટર નં.GJ-12-AT- 7713 વાળામાં પાણી ભરી હાઇવે રોડ પર વચ્ચેના ભાગે ડીવાઇડરમાં નાના છોડવાને પાણી પીવડાવતા હતા અને પાછળના ભાગે મોટી લાલ કલરની સ્ટોપ લાઇટ લગાવેલ હોવા છતાં મારૂતી સુઝુકી સુપરકેરી લોડીંગ વાહન રજી.નં.GJ-36-V-8986 ના ડ્રાઇવર સાજનકુમાર દેલવાણીયાએ પોતાનું વાહન પુરઝડપે ચલાવી આગળ રોડ પર ધ્યાન ન રાખી ફરીયાદીના ટેન્કરના પાછળના ભાગે અથડાવી પોતાને શરીરે ગંભીર ઇજા પહોંચાડી સારવાર દરમ્યાન મોત નિપજાવી તથા પોતાની સાથે બાજુની સીટ પર બેસેલ તેમના સગા ભાઇ વિષ્ણુ હરજીભાઇ દેલવાણીયાને કપાળના ભાગે તથા પગમાં ગંભીર ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.