HomeMorbiમોરબી : વોર્ડ નં-06 માં પીવાના પાણીમાં ગટર જેવી દુર્ગંધ આવતી હોય...

મોરબી : વોર્ડ નં-06 માં પીવાના પાણીમાં ગટર જેવી દુર્ગંધ આવતી હોય જે અંગે યોગ્ય કરવા કમીશ્નર અને કલેકટરને રજૂઆત 

મોરબી શહેરમાં આવેલ વોર્ડ નં.-૦૬ માં પીવાના પાણીમાં ગટર જેવી દુર્ગંધ આવતી હોય છે જેના કારણે લતાવાસીઓ ખૂબ પરેશાન થઈ રહ્યા છે જેથી આ અરજીને ધ્યાનમાં લઈને તાત્કાલિક સ્થળ ચકાસણી કરવામાં આવે તેવી લતાવાસીઓ વતી મોરબીના સામાજિક કાર્યકરરાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, ગીરશભાઈ છબીલભાઈ કોટેચા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈએ કમિશનર અને કલેકટરને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે વોર્ડ નં.-૬ લતાવાસીઓ ગૌરાંગ શેરી, પારેખ શેરી, નાની પારેખ શેરી, ઘંટીયાપા, સુથાર શેરી, લક્ષ્મીનારાયણ શેરી, રાધે શ્યામ શેરી, નાની બજાર, બક્ષી શેરી, સામક શેરી, વોરાવાળ શેરી, ખોખાણી શેરી દ્વારા કડક શબ્દોમાં કહ્યું છે કે મોરબી શહેરના વોર્ડ નં. ૬ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં ગટર જેવી ભારે દુર્ગંધ આવતી હોવાથી વિસ્તારના રહીશો મા ભારે રોષ અને ભયની લાગણી અનુભવી રહયા છે. આ ગંભીર સમસ્યાને કારણે આરોગ્ય સંબંધિત ગંભીર બીમારીઓ ફેલાવાનો ભય ઉભો થયો છે તથા નાના બચ્ચાઓ બિમાર પડી જાય.

આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત મૌખિક અને લેખિત રજુઆતો કરવા છતા આજદિન સુધી મહાનગરપાલિકા તંત્ર દ્વારા કોઇ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જે ખુબ જ દુઃખ અને બેદરકારી દર્શાવે છે.

જો દુષિત પાણીના કારણે વોર્ડ નં.૬ ના કોઇપણ નાગરિકના આરોગ્યને નુકશાન થશે અથવા કોઇ અનિચ્છનીય ઘટના સંપૂર્ણ જવાબદારી મોરબી મહાનગરપાલિકા તંત્રની રહેશે. સ્થાનિકોની માંગ છે કે આ અત્યંત ગંભીર પ્રશ્નને તાત્કાલિક પ્રાથમિકતા આપીને પાણીની લાઇન અને ગટરની લાઇનની તપાસ કરી જરૂરી રિપેરિંગ તથા શુદ્ધ પાણીની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે અન્યથા રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular