HomeMorbiમોરબી જિલ્લામાં PI કક્ષાના અધિકારીઓની મોટા પાયે બદલી અને નિમણૂકો
મોરબી જિલ્લામાં PI કક્ષાના અધિકારીઓની મોટા પાયે બદલી અને નિમણૂકો
Advertisement
Advertisement
ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગમાં વ્યાપક સ્તરે કરવામાં આવેલા ફેરફારોના ભાગરૂપે મોરબી જિલ્લામાં કાર્યરત PI કક્ષાના અનેક અધિકારીઓની બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ બદલીઓના પગલે પોલીસ તંત્રમાં નવી ગતિ અને કાર્યક્ષમતાનો માહોલ સર્જાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, એસઓજીના પીઆઈ એન.આર. મકવાણાની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે એલસીબીના પીઆઈ મયંક પંડ્યાને વડોદરા મુકવામાં આવ્યા છે. એલઆઈબીના પીઆઈ માથુકીયાને સાબરકાંઠા અને મહિલા પીઆઈ લગધીરાકાને બનાસકાંઠા ખાતે બદલી આપવામાં આવી છે.
વાંકાનેરના પીઆઈ હુકુમતસિંહને કચ્છ પૂર્વ ખાતે મોકલવામાં આવ્યા છે. નયન વસાવાને ભરૂચ, કે.એમ. છાસીયાને સુરત અને વી.પી. ગોલને અમરેલી ખાતે ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત, પી.ડી. સોલંકીને સાયબર સેન્ટર ખાતે બદલી આપવામાં આવી છે.
મોરબી જિલ્લામાં પણ મહત્વપૂર્ણ નિમણૂકો કરવામાં આવી છે. પીઆઈ જેડી ઝાલાની મોરબી ખાતે નિમણૂક કરવામાં આવી છે, સાથે જ એન.એસ. ઘેટિયાને મહેસાણા પરથી મોરબી ખાતે મુકવામાં આવ્યા છે. જે.એસ. ગામીતને રાજકોટ શહેરમાંથી મોરબીમાં નિમણૂક આપવામાં આવી છે.
આ ઉપરાંત, વી.એસ. સિંધવને આણંદથી મોરબી ખાતે મોકલવામાં આવ્યા છે અને એસ.પી. જાડેજાની ઈન્ટેલિજન્સમાંથી મોરબી ખાતે બદલી કરવામાં આવી છે.
આ ફેરફારો રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના હેતુથી કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. પોલીસ વિભાગમાં આ પ્રકારના સમયાંતરે થતા ફેરફારો દ્વારા કાર્યક્ષમતામાં વધારો થાય છે અને નવી ઊર્જા સાથે કામગીરી આગળ વધે છે.
Advertisement
Advertisement