Thursday, April 23, 2026
HomeMorbiકેન્સરને માત આપી મોરબી પરત ફર્યા કાંતિ અમૃતિયા: ભવ્ય સ્વાગત રેલીથી શહેર...

કેન્સરને માત આપી મોરબી પરત ફર્યા કાંતિ અમૃતિયા: ભવ્ય સ્વાગત રેલીથી શહેર ગૂંજી ઉઠ્યું

Advertisement
Advertisement

મોરબી: ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી તથા મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિ અમૃતિયા કેન્સર જેવી ગંભીર બીમારીને હરાવી સ્વસ્થ થઈ પ્રથમ વખત મોરબી પરત ફરતા શહેરમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. તેમના આરોગ્ય માટે અગાઉ નાગરિકોએ કરેલી પ્રાર્થનાઓ બાદ હવે ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત અને ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો.

મંત્રીએ ઉમિયા માતા મંદિર અને રામ મહેલ ખાતે દર્શન-પૂજા કરી બાદ દરબારગઢથી ભવ્ય રેલીની શરૂઆત કરી. 7 બગીઓ, કારોના કાફલા અને નાસિક બેન્ડની રમઝટ સાથે હાથીની અંબાડીએ બેસાડેલા અમૃતિયાનો અનોખો જુલૂસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયો.

રેલી બાપા સીતારામ ચોક ખાતે પૂર્ણ થશે, જ્યાં રાત્રે વિશાળ જાહેર સભાનું આયોજન છે. કાર્યક્રમમાં જ્યંતી કવાડિયા, જીતુ સોમાણી સહિત ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular