HomeMorbiહળવદની શાક માર્કેટમાં દુકાનદાર પર હુમલો, લોખંડના પાઇપથી મારપીટ
હળવદની શાક માર્કેટમાં દુકાનદાર પર હુમલો, લોખંડના પાઇપથી મારપીટ
હળવદ શહેરની જુની શાક માર્કેટ વિસ્તારમાં દુકાનદાર પર લોખંડના પાઇપ વડે હુમલો થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ પ્રમુખસ્વામી નગર, સરા રોડ ખાતે રહેતા અનીલભાઈ માણેકભાઈ મેઢા (ઉ.વ.૫૫)એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપી સુનીલ પ્રતાપભાઈ રબારી તથા અન્ય ચાર અજાણ્યા શખ્સો દ્વારા અગાઉ દુકાન આગળ શાકભાજીની હરરાજી કરવામાં આવતી હતી, જેને લઈને અનીલભાઈએ વિરોધ નોંધાવ્યો હતો. આ બાબતે ઉશ્કેરાયેલા આરોપી ઓએ દુકાનમાં ઘૂસી જઈ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ લોખંડના પાઇપ વડે હુમલો કરી દુકાનદાર અને તેમના સાથી પુનીતને ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.