HomeMorbiવાવડી રોડ પર એક્ટિવામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : બે શખ્સ પોલીસના...

વાવડી રોડ પર એક્ટિવામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : બે શખ્સ પોલીસના જાળમાં

મોરબી શહેરમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની હેરાફેરીના બનાવો અટકતા નથી. આવી જ એક ઘટનામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચપળતા દાખવી વાવડી રોડ પરથી એક્ટિવામાં દારૂ લઇ જતાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાવડી રોડ પર બાપાસીતારામ મઢુલી પાસે શંકાસ્પદ હાલતમાં એક એક્ટિવા (નં. GJ-36-AK-7929) દેખાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક્ટિવામાંથી વિદેશી દારૂની 16 બોટલ (કિંમત રૂ. 1280) મળી આવી હતી.આ મામલે પોલીસે એક્ટિવાની કિંમત રૂ. 50,000 સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી નવઘણભાઈ રઘુભાઈ ડેડાણીયા (રહે. લાયન્સ નગર, મોરબી) અને કિરીટભાઈ મનજીભાઈ દેત્રોજા (રહે. ગાયત્રીનગર, વાવડી રોડ, મોરબી – મૂળ માણેકવાડા) ને ઝડપી પાડ્યા હતા. જ્યારે પુછપરછ દરમિયાન અન્ય એક શખ્સ કારો (રહે. લાતી પ્લોટ, મોરબી)નું નામ ખુલતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular