HomeMorbiફરિયાદનો ખાર : માથક ગામે યુવકને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી
ફરિયાદનો ખાર : માથક ગામે યુવકને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી
હળવદ તાલુકાના માથક ગામે જૂની ફરિયાદનો ખાર રાખીને યુવકને ધમકી આપવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આરોપીઓએ ફરિયાદ પાછી ખેંચાવવા દબાણ સાથે જીવથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા અને ખેતી કામ કરતા કાળુભાઈ ખોડાભાઈ ડાંગર (ઉ.વ.૪૨) એ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના જ ગામના આરોપી મિત્રાદસિંહ હરપાલસિંહ ઝાલા અને હરપાલસિંહ જશવંતસિંહ ઝાલા વિરુદ્ધ અગાઉ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ જ બાબતનો ખાર રાખીને બંને આરોપીઓએ ફરિયાદીને ફોન કરી ગાળો બોલી અને અગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કર્યું હતું. સાથે જ “પતાવી દેવાની” ધમકી આપતા મામલો વધુ ગંભીર બન્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.