HomeMorbiજૂની અદાવતનો ખાર: મોરબીના વાવડી રોડ પર યુવક પર કરાયો ખૂની હુમલો
જૂની અદાવતનો ખાર: મોરબીના વાવડી રોડ પર યુવક પર કરાયો ખૂની હુમલો
Advertisement
Advertisement
મોરબીના વાવડી રોડ વિસ્તારમાં યુવક પર થયેલા હિંસક હુમલાએ લોકોમાં દહેશત ફેલાવી છે. મળતી માહિતી મુજબ જુના મનદુઃખને કારણે બે આરોપીઓએ યુવકને ઘેરી છરી અને ધારીયા વડે ઘા મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર સલીમ મસ્જિદ સામે રહેતા સિકંદરભાઈ કાદરભાઇ મોવર (ઉ.વ.૨૪) એ આ આરોપી શાહરૂખભાઈ પરમાર તથા ઇરફાન નાનુભાઈ ઘાંચી રહે. બંને વાવડી રોડ મિલન પાર્કના નાકા પાસે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી અને આરોપી શાહરૂખભાઈને જુની અદાવતનુ મનદુઃખ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદી પર છરી વડે હુમલો કરી બન્ને હાથમા તેમજ બન્ને પગમા ઈજાઓ કરેલ હોય તેમજ આરોપીઓએ ઉંધા ધારીયા વડે વાહાના ભાગે ઘા મારતા ફરીયાદીને મુંઢ ઈજા કરી પાડી દેતા બંન્ને આરોપીઓએ મળીને ફરિયાદીને ઢીકા પાટુનો માર મારમારી મુંઢ ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભુંડાબોલી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement