HomeMorbiમોરબીમાં કાયદાનો ખોફ ખતમ?: મહિલાને પણ ન છોડતા છ શખ્સોનો હુમલો
મોરબીમાં કાયદાનો ખોફ ખતમ?: મહિલાને પણ ન છોડતા છ શખ્સોનો હુમલો
Advertisement
Advertisement
મોરબીના રણછોડનગર વિસ્તારમાં નાની બાબતે શરૂ થયેલી બોલાચાલી હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. છ શખ્સોએ મળીને મહિલા સહિત ચાર વ્યક્તિઓ પર હુમલો કરતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ રણછોડનગર પાણીના ટાંકા પાસે રહેતા અને અલ્કાબેન મુકેશભાઈ થરેચા (૪૨) એ આરોપી સનીભાઈ નવીનભાઈ મારવણીયા, શિલ્પાબેન સનિભાઈ મારવણીયા, સાવનભાઈ નવીનભાઈ મારવણીયા, સનિભાઈના સસરા અરજણભાઈ, સનિભાઈના સાસુ જ્યોત્સનાબેન, સનિભાઈની સાળી રહે. બધા પાણીના ટાંકા પાસે રણછોડનગર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી તથા તેના પતિ તથા ફરીયાદીના બંને દીકરા સાથે છત્રીઓનો રીપેરીંગ કામ કરતા હોય તે દરમિયાન ફરીયાદીને આરોપીઓ સાથે ફોરવ્હીલ ગાડીના ટાયરમાં હવા કાઢી નાખવા બાબતે બોલાચાલી થતા સનીભાઈ તથા તેની પત્ની શિલ્પાબેન તથા તેનો ભાઈ સાવનભાઈ આવી ફરીયાદિને સનીભાઈએ માથામાં તથા ફરીયાદીના દીકરા સુમીતને માથામાં પાઈપ મારી ઇજા કરી તેમજ સનીભાઈની પત્ની શિલ્પાએ ફરીયાદીને મુંઢ મારેલ તેમજ સાવનભાઈએ ફરીયાદીના દિકરા અક્ષતને મુઢમાર મારેલ છે બાદ થોડા સમય પછી સનીભાઈના સસરા તથા તેની સાસુ અને સનીભાઈની સાળી આવી ફરીયાદીના પતિને સનીભાઈના સસરાએ મૂઢમાર મારેલ છે અને ફરીયાદીને સનીભાઈની સાસુએ અને સાળીએ મુંઢમાર મારેલ છે અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement